Breaking News
Home / Featured / હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસેના હરીકૃષ્ણધામે ૧૨૦ મણ રીંગણાનો પ્રસાદ પંદર હજાર હરિભક્તોએ લીધો

હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસેના હરીકૃષ્ણધામે ૧૨૦ મણ રીંગણાનો પ્રસાદ પંદર હજાર હરિભક્તોએ લીધો

રિપોર્ટ..જગદીશ પરમાર

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સમીપ આવેલ હરીકૃષ્ણધામને આગણે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હરિકૃષ્ણધામ ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન સ્વામીનારાયણના દર્શનનો લ્હાવો મેળવી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

શિયાળાના દિવસોમા લોયા ગામે નીજ કરકમલ દ્વારા 18 મણ ઘીના વધારમા 60 મણ રીગણાનો વઘાર કરી પર્વતાવેલ સુપ્રસિધ્ધ  અવસરની ઝાખી કરાવતો અવસર એટલે હરિકૃષ્ણઘામ રણજીતગઢ ગામને આગણે ઉજવાતો ભવ્ય શાકોત્સવ પ.પુ ઘ.ઘુ 1008 આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીના રૂડા આશિર્વાદથી તથા પ.પુ અક્ષરનિવાસી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી તેમજ પ.પુ તપોમુર્તિ ભક્તિહરી દાસજી સ્વામીના કલ્યાણકારી સાંનિધ્યમાં શ્રી નિલકંઠવર્ણીની પાવનકારી ચરણરજથી પ્રસાદીભુત થયેલી ભુમી એવી રણજીતગઢ ગામની સમીપ આવેલ હરીકૃષણધામની દેવભુમી પર આજરોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શોકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમા સંતો દ્વાર કિર્તન ભક્તિ માંગલિક ઉદ્બોધનમા પ.પુ તપોમુર્તિ ભક્તિહરિદાસજી સ્વામિ,શાશ્ત્રી સ્વામિ ધર્મજીવન દાસજી સ્વામી,અમેરિકાથી પધારેલ હરિનંદનદાસજી સ્વામિ,બાપુનગરથી ભક્તિવેદાંતદાસજી સ્વામિ,જોરાવરનગરના ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામિ,સુરેન્દ્રનગરના કૃષ્ણવલ્લભદાસજી સ્વામિ,હળવદના કોઠારી સ્વામિ તેમજ મુળીદેશના સ્વામિજીએ આશિર્વચન આપ્યા હતા. આજના શાકોત્સવમા ૧૨૦ મણ રીંગણાં સાથે ૧૨૦ મણ અડદીયાનો પંદર હજાર હરીભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દર વર્ષે ઉજવાતા આ શાકોત્સવમાં અમદાવાદ, ભુજ કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ધાગંધ્રા તેમજ હળવદ તાલુકાના ગામો ગામથી પંદર હજારથી વધુ હરીભક્તો ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ સ્વામીજીના આશિર્વાદ મેળવ્યા હતા અને ભકતજનોએ આ પાવનકારી શાકોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …