Breaking News
Home / Gujarat / સાવરકુંડલા નાગરિક બેન્કના હાલની બોર્ડ ઓફ ડિરેક્ટર બોડીએ બેંકને 2017/18 માં 45 લાખના નફોએ પહોંચાડી.

સાવરકુંડલા નાગરિક બેન્કના હાલની બોર્ડ ઓફ ડિરેક્ટર બોડીએ બેંકને 2017/18 માં 45 લાખના નફોએ પહોંચાડી.

અમરેલી સાવરકુંડલા ૧/૪/૧૮
રિપોટૅ: સુભાષ સોલંકી
22 હજારનો નફો કરતી નાગરિક બેંકને 45 લાખે પહોંચાડી.
હાલ રાષ્ટ્રીય બેંકો નાં ઉઠમણા થઈ રહ્યા છે . કરોડોનાં ચુના બેંકો ને લાગી રહ્યા છે નોટ બંધી અને GST ના મારની ગ્રાહકોને હજી કળ નથી વળી ત્યારે સાવરકુંડલા નાગરિક સહકારી બેન્કે કપરા સમય માં 45 લાખનો નફો 2017/18 નાં વર્ષ માં કરતા હાલ સાવરકુંડલાનાં નાગરિકોમાં ખુશી છવાઈ છે અને લોકો હાલની બોર્ડ ઓફ ડિરેક્ટર ટીમ તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે નાગરિક બેન્કનાં ચેરમેન પરાગભાઈ તથા મેનેજીંગ ડિરેક્ટર હિતેશ સરૈયા, અશ્વિન ભાઈ ઉપાધ્યાય, હસુભાઈ સુચક આ અંગે જણાવે છે કે શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી. ના 17 હજાર સભાસદો તથા 15 હજાર ગ્રાહકોએ અમારી ઉપર વિશ્વાસ મૂકીને એક સમયે વાર્ષિક 22 હજાર રૂપિયા નફો કરતી આ બેંકને પ્રગતિ તરફ લઈ જવા અમોને સુકાન સોંપેલ. સભાસદોએ અમારા ઉપર મુકેલ અપાર વિશ્વાસને સાર્થક કરવા અમોએ બનતા પ્રયત્નો કરેલ જેના ફળ સ્વરૂપે GST અને નોટબંધી હોવા છતા પણ આપણી નાગરિક બેંકનો વર્ષ 2017-18નો ગ્રોસ નફો 45 લાખ થયેલ છે.
બેન્કને ઉતરોતર પ્રગતિ તરફ લઈ જવામાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા કર્મચારીગણ અને સભાસદો, ગ્રાહકો તથા શહેરની જનતાએ ખૂબ સહકાર આપેલ છે તે બદલ સર્વોનો ખૂબ ખુબ આભાર માનીએ છીએ નું ચેરમેન પરાગભાઈ ઞિવેદીએ જણાવેલ.

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …