Breaking News
Home / Gujarat / સચ્ચી બાત હૈ હકીકત બનીગયા ઉલ્ટા ચશ્માના ડો. હાથી નુ નીધન ડોક્ટર હાથી ને ડોક્ટરો ન બચાવી શક્યા

સચ્ચી બાત હૈ હકીકત બનીગયા ઉલ્ટા ચશ્માના ડો. હાથી નુ નીધન ડોક્ટર હાથી ને ડોક્ટરો ન બચાવી શક્યા

તા.૯/૭/૧૮ માહિતી રિપોર્ટ : ગોપાલ ઠાકોર – અશોક ખરચરીયા

સુપ્રસિદ્ધ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફેમ ડો.હંસરાજ હાથીના રોલમાં જોવા મળતા કલાકાર કવી કુમાર આઝાદનુ નિધન
ટેલીવુડ ઉપરાંત બોલીવુડમાં કામ કરી ચુકેલા કલાકાર કવી કુમાર આઝાદનુ આજરોજ મુંબઈ ખાતે અવસાન થયું છે
સુપ્રસિદ્ધ ટીવી સીરિયર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ડો. હંસરાજ હાથીના રોલમાં જોવા મળતા કલાકાર કવી કુમાર આઝાદનું સોમવારે હાર્ટ એટેકને લીધે નિધન થયુ હતુ મુંબઈના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હ્રદયરોગનો હુમલો આવતા તેમનુ નિધન થયુ હોવાનુ જણાવા મળ્યું છે ટેલિવુડ ઉપરાંત બોલિવૂડમાં પણ તેમણ કામ કર્યું હતુ કવી કુમારે આમિરખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મો કરી હતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોમાં ભારે લોકપ્રિય છે અને તેના દરેક કેરેક્ટર્સને લોકો ચાહે છે પ્રાપ્ત વિગતો મુજબ કવી કુમાર આઝાદ છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને તેઓ કોમામાં સરી પડ્યા હતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જો કે હાર્ટ એટેકને પગલે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે
તેમણે પોતાની અંતિમ ટ્વિટમાં તસવીર સાથે લખ્યું હતુ, ‘કિસીને કહા હૈ કલ હો ના હો, મેં કહતા હું પલ હો ના હો. હર લમ્હા જિયો’
ડૉક્ટર હાથીનાં મૃત્યુનાં સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. એક્ટરે 2010માં સર્જરી દ્વારા 80 કિલો વજન ઓછું કરાવ્યું હતુ. આ સર્જરી પછી તેમની રોજિંદી જિંદગીમાં પડતી મુશ્કેલીઓ ઓછી થઇ ગઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતુ, ‘મને ખુશી છે કે લોકોએ મને મારા પાત્ર માટે પસંદ કર્યો.’
તહેલકા ન્યુઝ બ્યુરોચીફ મોરબી – રજાક બુખારી –

About Tahelka News Gujarat

Check Also

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય …