Breaking News
Home / Gujarat / વલસાડ માં ટ્રાન્સપોર્ટર હડતાળની અસર શાકભાજી ઉપર

વલસાડ માં ટ્રાન્સપોર્ટર હડતાળની અસર શાકભાજી ઉપર

શાકમાર્કેટમાં એકજ અઠવાડિયામાં કિલોના ભાવોમાં રૂપિયા 20 થી 40 નો વધારો

સમગ્ર ભારતભરમાં છેલ્લા 7 દિવસ થી છ જેટલા મુદ્દાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ કરી દેતા હવે ધીરે ધીરે સામાન્ય જનજીવન પર તેની અસર થતી જોવા મળી રહી છે જોકે ટ્રકની હડતાલમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દુધ અને શાકભાજી ને બાદ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ કેટલાક સ્થળોએ થી ભયને કારણે કેટલાક વાહનચાલકો દ્વારા શાકભાજી ન કરવામાં આવતા તેની સીધી અસર શાકભાજીના ભાવો ઉપર પડેલી જોવા મળી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવોમાં કિલો ઉપર 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે મહિલાઓ નું બજેટ ખોરવાયુ પડ્યું છે

છેલ્લા કેટલાક દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રકોના થંભાવી દેવામાં આવતા હવે તેની ધીરે ધીરે અસર વર્તાઇ રહી છે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવોમાં તેની સીધી અસર દેખાવા માંડી છે વલસાડ શહેર ના શાકમાર્કેટની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં દરેક શાકભાજીના ભાવોમાં કિલો ઉપર ૧૦ થી ૩૦ સુધીનો વધારો જોવા મળી રહ્યો છે શાકભાજી વેચનારા જણાવ્યાનુસાર નાસિક વની, મહારાષ્ટ્ર માં થઈ આવતી શાકભાજી નુ વાહન અંતરિયાળ ગામો માં થઈ જવાને કારણે શાકભાજીની અછત વર્તાઇ રહી છે તો સાથે સાથે તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે ગ્રામીણ કક્ષાએ થી સીધા ખેતરો માથી આવતા શાકભાજી વેચાણ અર્થે આવી રહ્યા છે પરંતુ તેના ભાવો પણ અન્ય વેપારીઓની સમકક્ષ જણાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે

1. ટામેટા કિ. ભાવ 40 થી 80 પર પોહચ્યા છે
2.રીંગણ કિ. ભાવ 40 થી 80 પર પોહચ્યા છે
3.કારેલા કિ. ભાવ 40 થી 800 પર પોહચ્યા છે
4.ગુવારસિંગ કિ. ભાવ 80 થી 100 પર પોહચ્યા છે
5.તુવેર. કિ. ભાવ 100 થી 120 પર પોહચ્યા છે
6.આદુ કિ. ભાવ 160 પર પોહચ્યા છે
7.સુરતી પાપડી કિ. ભાવ 80થી 100 પર પોહચ્યો છે
8.કાકડી કિ. ભાવ 80 થી 100 પર પોહચ્યો છે

વલસાડ શહેર ના શાકમાર્કેટ હોલસેલ વેપારી રાજુભાઇ એ જણાવ્યું કે વલસાડ શહેર માં સુરત થી નાસિક થી વની થી અંદાજિત રોજિંદા 10 વાહનો ભરી ને શાકભાજી શહેરમાં આવે છે પરંતુ ટ્રાન્સપોર્ટરોની હડતાળને પગલે ચક્કાજામ અને વાહનોને નુકશાન થવાના ભયથી કોઈ શકભાજી લેવા મહારાષ્ટ્ર તરફ જવા તૈયાર નથી વળી જે વાહનો હાલમાં જાય છે તે ભાડું ડબલ લઈ અંતરિયાળ ગામોના માર્ગે ચોરી છીપે શાકભાજી લઈને આવવું પડી રહ્યું છે જેના લીધે આ સમસ્યાની સીધી અસર ગ્રહકોના ખિસ્સા ઉપર પડેલી જોવા મળી રહી છે આગામી એક અઠવાડિયા સુધી જો હડતાળ જારી રહી તો શાકભાજીના ભાવો આસમાને પોહચશે

About Tahelka News Gujarat

Check Also

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય …