Breaking News
Home / Featured / મોરબી જીલ્લા ની ત્રણ બેઠકો ની મતગણતરી ને આખરી ઓપ ૬૫ રાઉન્ડ ના અંતે ત્રણેય બેઠકો ની ગણના પુર્ણ થશે

મોરબી જીલ્લા ની ત્રણ બેઠકો ની મતગણતરી ને આખરી ઓપ ૬૫ રાઉન્ડ ના અંતે ત્રણેય બેઠકો ની ગણના પુર્ણ થશે

રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર

મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે ત્રણેય બેઠકો ની મતગણતરી હાથ ધરાશે જેમા ૩૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે

મોરબી જીલ્લા ની ત્રણેય  વિધાનસભા બેઠકો ની મતગણતરી આવતીકાલે થનાર છે તા.૧૮ મીએ સવારે ૮ વાગ્યા થી મતગણતરી શરૂ થશે અને બપોર ના ૩ વાગ્યા સુધી માં ત્રણેય બેઠકો નુ પરીણામ જાહેર થઈ જશે ૯ ડિસેમ્બરે ત્રણેય બેઠક પર મતદાન પુર્ણ થયા બાદ લોકો માં ભારે ઉતેજના છવાઈ હતી  અંતે આવતીકાલે ૧૮ મીએ ફૈસલે કી ઘડી આ ગઈ હૈ લોકો માં ભારે ઉતેજના ભર્યા વાતાવરણ માં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે સવારે ૮ કલાક થી વિધિવત મતગણના શરૂ થશે જેમા મોરબી જીલ્લા કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી શ્રી આઈ.કે.પટેલ અધિક કલેકટર કેતન જોશી મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ સહિત ના અધિકારીઓ જણાવ્યુ હતુ કે ત્રણેય બેઠકો ની મતગણતરી ૬૫ રાઉન્ડ માં થશે જે ૧૮ મીએ સવારે ૮ કલાક થી મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક બિલ્ડીંગ ખાતે મતગણના શરૂ થશે જેમા કુલ ૩૦૦ કર્મચારીઓ દ્વારા મતગણતરી હાથ ધરવા માં આવશે જેમા મોરબી જીલ્લા ની મોરબી-માળીયા ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠકો ની મતગણતરી સવારે ૮ વાગ્યા થી શરૂ કરવા માં આવશે અને બપોર ના ૨ વાગ્યા સુધી માં ત્રણેય બેઠકો ના પરિણામ કુલ ૬૫ રાઉન્ડ ની મતગણતરી ના અંતે પૂર્ણ થશે તેમજ મોરબી જીલ્લા ની ત્રણેય બેઠકો ની મતગણતરી મહેન્દ્રનગર ઘુંટુ રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક બિલ્ડિંગ માં રાખવા માં આવી છે જેમા એ-વિંગ માં મોરબી-ટંકારા બેઠક અને બી-વિંગ માં વાંકાનેર બેઠક ની

મતગણતરી હાથ ધરાશે મોરબી જીલ્લા ની ત્રણેય વિધાનસભા બેઠક માં કુલ ૮૮૦ મતદાન મથકો આવેલા છે જેમા મોરબી બેઠક ના ૨૮૨ બુથ માટે ૨૧ રાઉન્ડ ટંકારા બેઠક ના ૨૮૯ મતદાન મથકો માટે ૨૧ રાઉન્ડ અને વાંકાનેર ના ૩૦૯ બુથ માટે ૨૩ રાઉન્ડ મળી કુલ ૬૫ રાઉન્ડ માં મતગણતરી પુર્ણ થશે તેમજ દરેક વિધાનસભા બેઠક માટે ૧૦૦-૧૦૦ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવા માં આવ્યો છે જે ત્રણેય બેઠકો માટે કુલ ૩૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે જેઓને તાલીમ આપવા માં આવી રહી છે મતગણતરી દરમિયાન પોસ્ટલ બેલેટ ની મતગણના માટે અલગ  વ્યવસ્થા કરવા માં આવી છે ઉપરાંત ત્રણેય વિધાનસભા બેઠક માંથી એક-એક વિવિપેટ ની ડ્રો કરી સ્લીપ ની ગણતરી કરવા માં આવશે આમ મોરબી જીલ્લા ની ત્રણેય બેઠકો પર મતગણતરી ને આખરી ઓપ અપાઈ ગયો છે જે આવતિકાલે ૧૮ મીએ બપોર સુધી માં લોકો નો આતુરતા ના અંત સાથે ફૈસલો આવી જશે આમ આવતીકાલે ત્રણેય બેઠકો નુ પર ની હાર-જીત નુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …