Breaking News
Home / Featured / પાલનપુર ડમ્પરની નીચે બાઈક સવાર ચગદાયો, લોકોએ ચાલકને ઝુડી નાખ્યો

પાલનપુર ડમ્પરની નીચે બાઈક સવાર ચગદાયો, લોકોએ ચાલકને ઝુડી નાખ્યો

રીપોર્ટ : દિલીપસિંહ રાજપુત

પાલનપુરમાં બે મિત્રો બાઈક પર શનિવારે ડીસા તરફ જઇ રહ્યા હતા.તે સમયે પાલનપુર તિરૂપતી સોસાયટી પાસે ડમ્પરના ચાલકે એક મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી મોટરસાયકલ ફંગોળાઇ ગયું હતું અને મોટરસાયકલની પાછળ બેઠેલ એક યુવક નીચે પટકાતાં ડમ્પરના ટાયરમાં આવી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.  ડીસા ખાતે રહેતા જયદીપભાઇ રાવજી અને શ્રવણભાઇ ઠાકોર મોટરસાયકલ નંબર જીજે-27-ડી-8288 લઇ શનિવારે કામ અર્થે પાલનપુર આવ્યા હતા.

ત્યારબાદ બપોરના સમયે ડીસા જઇ રહ્યા હતા તે સમયે પાલનપુર-ડીસા હાઇવે ઉપર આવેલ તિરૂપતી સોસાયટી પાસે ડમ્પર નંબર એચઆર-46-ઇ-1050 ના ચાલકે જીજે-27-ડી-8288 નંબરના મોટર સાયકલને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલ એકદમ ફંગોળાઇ ગયું હતું અને બાજુમાંથી પસાર થતાં જીજે-12-સીકે-3064 નંબરના મોટર સાયકલ સાથે અથડાયું હતું.તેમજ ડમ્પરે ટક્કર મારેલ મોટરસાયકલ પાછળ બેઠેલ શ્રવણ ઠાકોર (ઉં.વ.આ.17) નીચે પટકાયો હતો. તે સમયે ડમ્પરનું ટાયર શ્રવણ ઠાકોર ઉપર ફરી વળતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

તેમજ જયદીપ રાવજી ને ઇજાઓ થતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ ચાલકને નીચે ઉતારી ઝુડી નાખ્યો હતો.ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ડમ્પરના ચાલક સાથે અન્ય એક વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો.

ડમ્પરનો ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા

પાલનપુર-ડીસા હાઇવે ઉપર એક ડમ્પર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. જેમાં યુવક ડમ્પર નીચે આવી જતાં ડમ્પર યુવક ઉપર ફરી વળ્યું હતું. જેનો ચાલક નશાયુક્ત હાલતમાં ડ્રાઇવિંગ કરતો હોવાની લોકોમાં ચર્ચા થઇ હતી.

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …