Breaking News
Home / Featured / ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ

પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા
ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ બનાવને વખોડી આપ્યુ તીખું તમતમતુ વક્તવ્ય પાટણવાવ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ બનાવ બન્યા છે માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ કોયાણી
હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનોએ જીવનભાઈ ની સદગતી ની પ્રાર્થના કરી
ધોરાજીના ભાડેર ગામે પટેલ આધેડ જીવનભાઈ છગનભાઈ સાંગાણી ની હત્યાના પગલે રવિવારના રોજ ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાર્થના સભામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા અને પ્રાર્થના અર્પણ કરી હતી આ પ્રાર્થના સભામાં કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા ઉમીયાધામ સીદસર મંદીર પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાળીયા ખોડલધામ ટ્રસ્ટી શ્રી હંસરાજ ભાઈ ગજેરા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી માજી ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયા જેતપુરના ઉદ્યોગપતિ મનસુખભાઇ ખાચરીયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ કોયાણી જેતપુર લેઉઆ પટેલ સમાજના રાજુભાઈ હિરપરા ઉપલેટાના માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી દિવંગતને સદગતીની પ્રાર્થના કરી હતી તેમજ ભાડેર ના બનાવને પધારેલા અગ્રણીઓએ વખોડી ગુનેગારો વહેલી તકે ઝડપાય જાય અને કડકમાં કડક સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી માજી ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે આરોપી પેરોલપર છુટ્ટીને આવેલા હતા અને હત્યા કરીશકે ત્યારે આ સામે સમગ્ર સમાજે સમગ્ર ગ્નાતીના લોકોએ એક થઈ આવી ગુંડાગીરી સામે અવાજ ઉઠાવવો જોઇએ અને પાટણવાવ પોલીસને આડેહાથ લેતા કહ્યું કે પાટણવાવ પોલીસ સ્ટેશનમાંતો અત્યારે એવુ લાગછે કે ગુંડાઓને રક્ષણ મળીરહ્યુ હોય તેવુ પોલીસ સ્ટેશન છે સરકારમાં બેઠેલા આપણા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા પાટણવાવ પોલીસમાં અધિકારી હતા તેના પર યોગ્ય કાર્યવાહી થાય તેમ જણાવતા અને ફરીવખત આવી ઘટના ન બને તે માટે સંગઠીત બનીએ આ ઘટના ક્રમનો છેલ્લા એક વર્ષથી હું સાક્ષી છું અને આ મામલે અમો ડીએસપી પાસે પણ બેથી ત્રણ વખત રજૂઆત કરવા ગયેલા હતા નુ જણાવ્યું હતું ઉમાધામ સીદસર મંદીરના પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાળીયા એ આ મુદે સંગઠીત અને જાગ્રુત થવા હાકલ કરી હતી
ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયાએ વેદના અને ઉગ્રતા સાથે જણાવ્યું હતું કે ભાડેર ગામનું સાંગાણી કુટુંબ અસામાજિક તત્વો સામે લડાઈ લડી રહ્યુ છે તેમાં સમાજે સહયોગ આપવો જોઈશે અને ખુલ્લા શબ્દોમાં આગળ જણાવ્યું કે આપણા સમાજમાં જે અન્યાયનો ભોગ બને છે તેને આપણે શ્રધાંજલિ આપીએ છીએ પરંતુ ત્યારબાદ શું? સમાજે વિચારવાની જરૂર છે સમાજે પણ આગળ આવવું પડશે અને અમો આગેવાનો ઉપર બેઠાછીએ તે તમોએ અમોને આગેવાન બનાવ્યા છે ત્યારે સમાજમાટે થઈને અમારી પણ ફરજ બને છે અને જરૂર પડ્યે હોદાનો ત્યાગ કરી સમાજ સાથે ઉભારહેવા બધાની તૈયારી છે ત્યારે સમાજ માટે થઈને અમારી એટલી ફરજ બને છે કે જરૂર પડ્યે સમાજ માટે ગમે તેવા ચમરબંધીઅોની સામે લડત કરવા તૈયારી દાખવવી પડે અને ગુંડાગીરી સામે એક થઈને લડત કરવી પડે ભુતકાળમાં ગુજરાતમાં આવાજ પ્રકારની ગુંડાગીરી ચાલતી હતી ત્યારે એ સમયના મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે તેમની પ્રબળ ઈચ્છા શકિત ને લઈને ગુંડાગીરી નાબુદ કરી અને અસામાજિક તત્વોની ખો ભુલાવી દીધી હતી આવી ઈચ્છા શક્તિ અને વીલપાવર થી આ શક્ય બન્યું હતું જ્યારે હાલના સમયમાં આવીજ ગુંડાગીરી માથુ ઉંચકી રહી છે અને સૌ આગેવાનોએ આ વાત સ્વીકારી પણ છે ઉપલેટાના માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સિંહ ગણાતા પરંતુ તેમની ના દુરસ્ત તબિયતને કારણે તેઓ હાજર રહી ન શકે સમાજને તેના વગર ઘણુ નુકસાન થયુ છે કહી વિઠ્ઠલભાઇ ને યાદ કર્યા હતા રાઘવજીભાઈ ની વાતને દોહરાવતા લલીતભાઈ વસોયા એ જણાવ્યું કે આ વાતને હું સ્વીકારૂ છુ અને તેમની તબિયત ને લઈને સિંહ હાજર નથી પરંતુ તેમનુ બચ્ચુ ( જયેશભાઈ રાદડીયા) આપણી વચ્ચે છે અને તેમની પાસે સમાજ અને હું પણ અપેક્ષા રાખુ છુ કે સરકારમાં બેઠા છે ત્યારે સમાજના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ ખાતામાં અને સરકારમાં અમે પણ અનેક વખત રજુઆતો કરી છે પરંતુ ઉપરના લેવલે પ્રેસર નથી તેમ કહીને આડકતરી આંગળી ચીંધી હતી અને પોલીસ તંત્ર નિર્દોષ લોકોના રક્ષણને બદલે ગુંડાઓનુ રક્ષણ કરે છે અને ભાડેરની ઘટના મુદે હજુસુધી કોઈ પગલા ભરાયા નથી વસોયાએ ઉગ્રતા ભર્યા શબ્દોમાં પોલીસ અને સરકારમાં બેઠેલાઓને ઝાટકી નાંખ્યા હતા
કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષથી આ પ્રકરણ ચાલે છે અને દિવસે દિવસે પરીસ્થિતી બગડી છે અને જે ઘટના બની તેને સ્વીકારવી પડી છે જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે ફરી આવી ઘટના ન બને તે માટે સાથે મળીને પ્રયત્નો કરવા પડશે
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ કોયાણી એ જણાવ્યું હતુંકે ધોરાજી વિસ્તારમાં ક્યારેય આવી ઘટના બનતી ન હતી છેલ્લા છ થી આઠ માસમાં બનાવો બન્યા છે ગુજરાત સરકારમા જયેશભાઈ રાદડીયા છે અન્ય ધારાસભ્યો છે વિવિધ સમાજના આગેવાનો છે તેમની જવાબદારી છે કે આવા તત્વો ને ઉગતા દાબીદેવા જોઈએ આ બનાવ બન્યા પહેલા આ અનુસંધાને અગાઉ બે બનાવો બન્યા છે જેમા પોલીસ અધિકારી સંપૂર્ણ સામેલ છે સમગ્ર બનાવને એક સુત્રથી જોઈ અને આવા જે કોઈ પોલીસ અધિકારી આ બનાવમા સંપૂર્ણ સામેલ છે છેલ્લા છ માસમાં જે કાઈ બનાવો બન્યા તેમા ત્યાંના પીએસઆઈ ની મીઠી નજર નીચે બન્યા છે કોઈ સમાજ સામે વાંધો નથી પરંતુ ગુન્હો બને ત્યારે આવા તત્વોને ઝડપી લઈ કાર્યવાહી કરવી તેની જવાબદારી હોવી જોઈએ આગળ જણાવતા કહ્યું હતું કે સરકારમાં જયેશભાઈ રાદડીયા બેઠા છે તેને વિનંતી કે આવા બે ત્રણ બનાવો ભુતકાળમાં બનેલા હતા અને આ તત્વો હજુ પણ જો સરકાર લાલ આંખ નહી કરે તો તેનુ રુપ દેખાડયા વગર નહી રહે જેથી એકત્ર થઈ સરકારમા રજુઆત કરવી જરૂરી છે અને કોઇપણ સમાજમાં આવી ઘટના ન બને એ સરકારમાં રહેલાઓ ની જવાબદારી છે
જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી એ બનાવને વખોડીને સરકાર યોગ્ય ઝડપી કાર્યવાહી કરે નુ જણાવ્યું જેતપુરના ઉદ્યોગપતિ મનસુખભાઇ ખાચરીયા એ સમાજ સંગઠીત થવા પર ભાર મુક્યો અને ગુંડાઓને જાતી નથી હોતી મુઠ્ઠીભર આવા લોકો હોય છે જેનો સંગઠીત થઈ સામનો કરવો જરૂરી છે નુ જણાવ્યું હતું અન્ય પધારેલા મહાનુભાવો અને આગેવાનો એ બનાવને વખોડી સરકાર દ્વારા યોગ્ય થવા જણાવ્યું હતું

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …