Breaking News
Home / Featured / તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરીતૈયારીઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રેમ્યા મોહન

તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરીતૈયારીઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રેમ્યા મોહન

રીપોર્ટ : બિમલ માંકડ

તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરીતૈયારીઓ અને વ્યવસ્થાનું આજે  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને જાત નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવનાબેન પટેલ, બીએસએફના અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોષી અને ભુજના ડીવાયએસપી જે કે જેસ્વાલ સહિત ચુંટણીતંત્ર અને વહીવટીતંત્રના કાફલાએ વિધાનસભાની કચ્છની છ બેઠકો માટેનીમતગણતરી વિભાગોની ઇજનેરી કોલેજ ખાતે મૂલાકાત લઇ સુરક્ષાસહિતની તમામ બાબતોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે ભુજની સરકારી ઇજનેરી કોલેજના પાછળના ભાગે ત્રિસ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા સાથે મતગણતરીની  કામગીરી વિનાવિઘ્ને અને સુચારૂપણે પાર પાડવા ચૂંટણીતંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. જેમાં નીચેના ભાગે ગ્રાઉન્ડ ફલોરમાં રાપર-માંડવી, પ્રથમ માળે ભુજ-ગાંધીધામ અને બીજા માળે અંજાર-અબડાસા વિધાનસભા મત વિભાગવાર મત ગણતરી હોલની વ્યવસ્થા તેમજ મીડિયારૂમની વ્યવસ્થાનો પણ અધિકારીઓ સાથે જાયજો લીધો હતો.મતગણતરી માટેના સ્ટાફ તેમજ રીટર્નીંગ ઓફિસરો, ઉમેદવારો, એજન્ટો, ઓબ્ઝર્વર, માઇક્રો ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે અલગ-અલગ વિભાગવાર ગોઠવાયેલ વ્યવસ્થા સહિતકયાંય કોઇ અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે બેરીકેટીંગ, દિશાનિર્દેશક બોર્ડ, પ્રવેશ માટેના માર્ગો ઉપર સુરક્ષાની ચકાસણી સહિતના પાસાંઓ અને વ્યવસ્થા સંબંધે કલેકટર રેમ્યા મોહને દિશાનિર્દેશ આપ્યા હતા. મતગણતરી કેન્દ્ર ખાતે પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયા માટે ગોઠવાયેલ અલાયદા મીડિયારૂમની મુલાકાત લઇ કલેકટર રેમ્યા મોહને મીડિયાકર્મીઓ માટે વાયફાય, કોમ્પ્યુટર, ફેક્ષ, ઝેરોક્ષનીવ્યવસ્થા ઉપરાંત રાજયના પરિણામો જોવા એલસીડી ટીવી, કચ્છના રાઉન્ડવાઇઝ આંકડા દર્શાવવા ગોઠવાયેલ વ્યવસ્થા નિરીક્ષણ પ્રસંગે મીડિયાના નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક એમ.વી.માલી, માહિતી મદદનીશ દિલીપસિંહ રાઠોડ અને માહિતી વિભાગના અધિક્ષક વી.એ.ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. જિલ્લા કલેકટર રેમ્યા મોહન મતગણતરી કેન્દ્રના કાઉન્ટીંગ હોલ ખાતે કોઇ પણ પ્રકારે મોબાઈલ લઇ જવા ઉપરનાંચૂંટણી પંચની સૂચનાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા સહિતના સુચારૂ કામગીરી માટેના અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતા. આ પ્રસંગે નાયબ ડી. ડી. ઓ. વાણીયા, ચુંટણી શાખાના પુલીન ઠાકર, નિરવ પટૃણી વગેરે ઉપસ્થિત રહયા હતા

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …