Breaking News
Home / Featured / જુનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી ડો. ગુપ્તાએ લીધી મતગણતરી સ્થળની જાતમુલાકતકડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તા.૧૮મી ડિસેમ્બરે થશે મતગણતરી

જુનાગઢ જિલ્લા ચુંટણી અધિકારી ડો. ગુપ્તાએ લીધી મતગણતરી સ્થળની જાતમુલાકતકડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તા.૧૮મી ડિસેમ્બરે થશે મતગણતરી

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા  કેશોદ

જૂનાગઢ તા.૧૫ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી સમગ્ર રાજ્યમાં શાંતીપુર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. હવે મતગણતરીને કલાકો જ બાકી છે ત્યારે લોકોની ઉત્સુકતાનો અંત પણ તા. ૧૮ના આવશે. જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર, ૮૬-જૂનાગઢ, ૮૭-વિસાવદર, ૮૮- કેશોદ, ૮૯- માંગરોળ આમ મળીને કુલ પાંચ વિધાનસભા બેઠકોનાં ઉમેદવારોને ૬૦૫૫૧૪ પુરૂષ મતદારો પૈકી ૪૦૩૬૩૦ પુરૂષ મતદારોએ મતદાન કર્યુ હતુ. જ્યારે ૫૫૬૯૪૨ સ્ત્રી મતદારો પૈકી ૩૨૨૨૪૨ મહિલાઓએ મતદાન કર્યુ હતુ. અને ૬ ત્રીજી જાતીનાં મતદારો મળીને કુલ ૭૨૫૮૭૮ મતદારોએ પાંચ બેઠકો પર મતદાન કરી પોતાનાં પસંદગીનાં ઉમેદવાર માટે મત કુટીર સુધી પહોચ્યા હતા.
આ વખતે જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પનાં કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી કોલેજ બીલ્ડીંગ ખાતે જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી તારીખ ૧૮-ડિસેમ્બર-૨૦૧૭ ના રોજ સવારેથી હાથ ધરાનાર છે. આ દિવસે કાયદો વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવા સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ચાર કે તેથી વધુ વ્યકિતને એકઠા થવું નહીં, જાહેર સુલેહશાંતિ જોખમાય તેવા કૃત્યો ના કરવા, અને કોઇપણ વ્યકિતને મતગણતરી મથકમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જઇ શકશે નહીં, ચૂંટણીપંચે નિયત કરેલ ફોટો સહિતનાં અધિકૃત ઓળખપત્ર ધરાવતી વ્યકિત જ પ્રવેશપાત્ર રહેશે. મતગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીશ્રીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઇપણ વ્યકિતએ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે. ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાથધરાનાર મતગણતરી કામગીરીની સુચારૂ વ્યવસ્થાનાં નીરીક્ષણ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા  મતગણતરી કેન્દ્રની જાત મુલાકાત લઇ અધિકારીઓને વધુ સારી વ્યવસ્થાઓ અંગે સુચનાઓ આપી હતી. વિસાવદર પ્રાંત અધિકારીશ્રી અને રીટર્નીંગ ઓફીસર શ્રી ડી.વી.વાળા, જૂનાગઢ બેઠકના ચુંટણી અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી જ્વલંત રાવલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી જી.વી.મીયાણી, માણાવદર બેઠકનાં ચુંટણી અધિકારીશ્રી અને વંથલી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.પી.જેઠવા, મીડીયા સેલનાં નાયબ માહિતી નિયામક શ્રી રાજુ જાની અત્રે કલેકટરશ્રીની મુલાકાત વેળાએ સાથે જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ૮૫- માણાવદર બેઠક પર આ વખતે ૮૫૧૭૫ પુરૂષ અને ૬૭૮૦૬ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતુ. ૮૬- જૂનાગઢ બેઠક માટે ૮૪૦૫૭ પુરૂષ અને ૬૪૪૮૭ સ્ત્રી મતદારો અને ૬ ત્રીજી જાતીનાં મતદારોએ મતદાન કર્યુ હતુ. ૮૭- વિસાવદર બેઠક માટે ૮૨૮૯૨ પુરૂષ અને ૬૬૦૮૯ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતુ. ૮૮- કેશોદ બેઠક માટે ૭૭૭૮૩ પુરૂષ અને ૫૯૭૬૨ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતુ. જ્યારે માંગરોળ બેઠક માટે ૭૩૭૨૩ પુરૂષ અને ૬૦૦૯૮ સ્ત્રી મતદારોએ મતદાન કર્યુ હતુ. ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો ૮૫-માણાવદર બેઠક માટે ૬૯.૨૫ ટકા પુરૂષ અને ૬૦.૭૪ ટકા સ્ત્રી મતદારો મળીને કુલ ૬૫.૨૦ ટકા મતદાન થયુ હતુ. ૮૬-જૂનાગઢ બેઠક માટે ૫૫.૪૪ ટકા પુરૂષ અને ૬૦.૦૦ ટકા સ્ત્રી મતદારો અને ત્રીજી જાતીનાં ૬૦ ટકા મળીને કુલ ૫૯.૫૩ ટકા મતદાન થયુ હતુ. ૮૭-વિસાવદર બેઠક માટે ૬૫.૬૦ ટકા પુરૂષ અને ૫૭.૯૧ ટકા સ્ત્રી મતદારો મળીને કુલ ૬૧.૯૫ ટકા મતદાન થયુ હતુ. ૮૮-કેશોદ બેઠક માટે ૬૬.૪૬ ટકા પુરૂષ અને ૫૫.૩૭ ટકા સ્ત્રી મતદારો મળીને કુલ ૬૧.૧૪ ટકા મતદાન થયુ હતુ. ૮૯-માંગરોળ બેઠક માટે ૬૯.૨૯ ટકા પુરૂષ અને ૬૦.૨૬ ટકા સ્ત્રી મતદારો મળીને કુલ ૬૪.૯૨ ટકા મતદાન થયુ હતુ. આમ જૂનાગઢ જિલ્લામાં ૬૬.૬૬ ટકા પુરૂષ, ૫૭.૮૬ ટકા મહિલા અને ૬૦ ટકા ત્રીજી જાતી મળીને કુલ ૬૨.૪૪ ટકા મતદાન નોંધાયેલ હતુ.

ચૂંટણીપંચે નિયત કરેલ ફોટો સહિતનાં અધિકૃત ઓળખપત્ર ધરાવતી વ્યકિતને જ મતગણતરી સ્થળે પ્રવેશ મળશે. મતગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીશ્રીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઇપણ વ્યકિતએ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ થયેલ હોય આ પ્રતિબંધ જે માણસ સરકારી નોકરીમાં અથવા ચૂંટણી કામગીરીની ફરજ પર હોય અને ચૂંટણી પંચની તત્કાલીન આદેશાનુસાર અધકિૃત કરાયેલ હોય તેમને લાગુ પડશે નહિં. ભારતનાં ચુંટણીપંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન કાર્ડ ધરાવતા હોય તેમજ સક્ષમ સતતાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં જવા પરવાનગી આપેલ હોય તેવા પત્રકારશ્રીઓને મતગણતરી કેન્દ્રના ફક્ત મીડિયા સેન્ટર સુધી જ મોબાઇલ ફોન લઇ જવા છુટ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તારીખ ૧૭-ડિસે-૨૦૧૭ના રાત્રીના ૧૨-૦૦ થી તારીખ ૧૮-૧૨-૨૦૧૭ ના રોજ મત ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જેની સૈા સંબંધકર્તાઓએ નોંધ લેવી

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …