Breaking News
Home / Gujarat / જામકલ્યાણપુરના લાંબા ગામના એક સાચા માનવ જે નાતજાતનાં ભેદભાવ વિના કરે છે માનવસેવા અને ધાર્મિક કામો.

જામકલ્યાણપુરના લાંબા ગામના એક સાચા માનવ જે નાતજાતનાં ભેદભાવ વિના કરે છે માનવસેવા અને ધાર્મિક કામો.

દ્વારકા ૨૮/૪/૧૮ અહેવાલ : ધર્મેન્દ્ર ઉપાધ્યાય-દ્વારકા

જ્યા એક તરફ હિંદુ મુસ્લિમ અને નાતજાત નાં વાડા છે અને માનવતા લોકો ભૂલવા લાગ્યા છે ત્યા હજુ પણ આ ધરતી પર એવા કેટલાય લોકો છે જે માનવતાની મહેક હમેશા ખીલવી રાખી ને આજે દરેક હિંદુ મુસ્લિમ લોકો માટે એક અલગ સંદેશો આપે છે વાત છે એવા વ્યક્તિની જેને પોતાની માત્રૂભૂમિની ફરજ ક્યારેય ચૂકી નથી..વાત છે જામકલ્યાણપૂર તાલુકાના લામ્બા ગામની જ્યા આજથી 30 વર્ષ પહેલા મુંબઈ ગયેલ આદમભાઇ લામ્બાવાલા આદમભાઇ ની પાછળ એમના ગામનુ નામ એટલે જોડાઇ ગયુ છે કે મુંબઈ જઈને પણ પોતાની માત્રુભૂમિને અને સ્થાનિક લોકોને ક્યારેય ભૂલ્યા નથી એક મુસ્લિમ હોવા છતા લામ્બા ગામના તમામ વર્ણનાં લોકો એમને પોતાના હરેક પ્રસંગમા બોલાવી એમની ઈજ્જત કરે છે કોઇ પણ લામ્બા ગામના ધાર્મિક કામો હોઇ આદમભાઇ હરેક પ્રસંગમા હાજર હોઇ છે ગામનાં હરેક કાર્યોમા એમનો ફાળો હમેશા રહેતો હોઇ છે તેમના ગામ પ્રત્યેનાં લગાવને અંદાજવો મુશ્કેલ છે મુંબઈ ગયેલા હરેક લોકો આદમભાઇની મેહમાન નવાજી જોઈ ચુક્યા છે એટલે જ કદાચ એમના નામ પાછળ લામ્બાવાલા ઉમેરાય ગયુ.લામ્બા ગામનાં હરેક.પ્રસંગે ઉભા રહેતા આદમભાઇ નાં પરિવારજનોનાં.સઁસ્કાર પણ એટલાજ લાજ્વાબ છે એમના પુત્રને એક ખ્યાલ આવ્યો અને આદમ તથા તેમના પુત્ર દ્વારા પોતાના દાદા ની યાદમા એક સરસ વાડી બનાંવાનું નક્કી કર્યુ જે વિચાર બાદ માત્ર છ.મહિના ની અંદર વિશાળ સમાજવાડી બનાવી દેવાઈ પણ આશ્ચર્ય લાગે એવુ અહી એ બન્યુ.કે આ સમાજ વાડી માત્ર મુસ્લિમ સમાજમાટે નથી દરેક સમાજનાં લોકો માટે આ સમાજ વાડી બનાવાય છે જેનો ઉપયોગ લામ્બા ગામનો ગરીબ મા ગરીબ પરિવાર કરી શકશે.કોઇ નાત જાત નાં ભેદભાવ વિનાના આવા ભગીરથ કાર્યમા સમસ્ત લામ્બા ગામના આગેવાનો અને વડિલો જોડાયા.આદમ ભાઇ લામ્બા આશરે 30 વર્ષ પહેલા મુંબઈ ગયેલા હાલ તેવો ત્યા બિલ્ડર નાં વ્યવસાયી સાથે સંકળાયેલા છે વતન સાથેના અપ્રિતમ પ્રેમ નાં લીધે લોકોએ તેમને ખૂબ માનસન્માન આપ્યુ છે દરેક વર્ણનાં સમાજનાં લોકો આજે એમને ચાહે છે એનું માત્ર કારણ એમની માનવતાવાદી જિંદગી છે આજે તેવો લામ્બા ખાતે દરેક સમાજને ઉપયોગી થાય એવી સમાજવાડીનુ નિર્માણ કરી ગામને અર્પણ કરી રહ્યા છે સમસ્ત ગામને જમણવાર સાથે હજારો લોકો અહી લામ્બા પધારશે.35 લાખનાં ખર્ચે નિર્માણ પામનાર આ વાડી સુંદર રીતે.તમામ સુવિધાથી સજ્જ બનવામા આવી છે.આ વાડીનો દરેક સમાજ ઉપયોગ કરી શકશે સાથે સાથે પ્રથમ વખત આદમ ભાઇ દ્વારા અને એમના પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વાડી નુ કોઇ પણ જાતનુ ભાડુ લેવામાં નહી આવે દરેક સમાજને મફતમા આનો લાભ મળશે સાથે લાઈટ સહિતનાં વપરાશનો પણ ખર્ચ આ પરિવાર ઉઠાવશે ત્યારે જાણે એક નિશ્વાર્થ ભાવનાની સેવા અહી આ પરિવારમા સ્પસ્ટ દેખાય છે.દરેક સેવાનાં કાર્યોમા આગળ રેહનાંર આ મુસ્લિમ પરિવારની આખુ ગામ પણ આટલી ઈજજત કરે છે અને તેમના દરેક કાર્યોમા લામ્બા ગામના હરેક સમાજનાં લોકો સેવા આપવા આવીજ પહોંચે છે.કુરાન અને ગીતાનાં સંદેશ જાણે આદમભાઇ લામ્બાવાલા એ સમ્પૂર્ણ.સમજી લીધા હોઇ એમ માનવસેવાને સર્વોપરી માની આ પરિવાર ગૌશાળા સહિતનાં દરેક ધાર્મિક કાર્યોમા એમનું વિશેષ યોગદાન રહેલું છે ગામમા આવેલી ગૌશાળા મા પણ આ પ્રસંગે 500 મણ મકાઈ ગૌચરા મા આપવામાં આવશે ત્યારે એક મુસ્લિમ તરીકે તેમની દરેક સમાજ પ્રત્યેની આ ભાવના કદાચ હરેક.હિંદુ મુસ્લિમ મા આવી જાય તો ક્યારેય નાતજાત નાં ભેદભાવ નાં રહે..આ પરિવારની ભાવના ને ખરેખર એટલા માટે બિરદાવવી જોઈએ કેમ કે એમને અને એમના પરિવારે માનવતા અને સેવાની અનેરી જ્યોત પ્રગટાવી છે એ પણ નાતજાતનાં ભેદભાવ વિના…આજે સમાજને જરૂર છે આવા નેક બંદા ની જે નાતજાત થી પર રહી માનવસેવાને પરમધર્મ બનાવે.
– – – – – જાહેરાત – – – – –

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …