Breaking News
Home / Gujarat / ગુજરાત મા સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નીર્ભયા સ્કવોડ નો પ્રારંભ કરાવતા વડોદરા રેન્જ ના આઈજીપી અભય ચુડાસમા

ગુજરાત મા સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નીર્ભયા સ્કવોડ નો પ્રારંભ કરાવતા વડોદરા રેન્જ ના આઈજીપી અભય ચુડાસમા

રાજપીપળા : ૨/૪/૧૮

નર્મદા જિલ્લા ની શાળા કોલેજમા તથા એસટી ડેપો તેમજ જાહેર સ્થળો એ યુવતીઓ તેમજ વિધાર્થિનીઓ નીછેડતી ના બનતા  જતા બનાવો ને ધ્યાનમાં રાખી ને નર્મદા પોલીસે મહિલાઓ ની સુરક્ષા ને ધ્યાન મા રાખીને નીર્ભયા સ્કવોડની રચના કરી છે .જે ગુજરાત મા સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નીર્ભયા સ્કવોડ નો પ્રારમ્ભ કરવામાં આવ્યો છે .જેનો પ્રારમ્ભ રાજપીપળા ખાતે વડોદરા રેન્જ ના આઈજીપી અભય ચુડાસમા એ નીર્ભયા સ્કવોડનો પ્રારમ્ભ કરાવી આ પ્રોજેક્ટ ની સફળતા બાદ રેન્જ ના અન્ય જિલ્લાઓ મા પણ શરૂ કરાવવાનો નો આશાવાદ વ્યક્ત કરી  બહેન દીકરીની છેડતી કરનાર રોમિયો ને  નર્મદા પોલીસની નિર્ભયા સ્ક્વોર્ડ  પદાર્થપાઠ ભણાવશે તેમ જણાવ્યું હતું .

નર્મદા ના જિતનગર ખાતે એથ્લેટિકસ મીટ ના ઉદઘાટન પ્રસંગે પધારેલા  વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાંએ નિભયા સ્ક્વોર્ડ ને લીલીઝંડી આપી રવાના કરતા  જણાવ્યુ હતુ કે  ગુજરાતમાં સૌપ્રથમવાર રોમીયોગીરી અને છેડતી કરતા રોમીયાઓને  પાઠ ભણાવવા માટે ખાસ ચુંનદા મહીલા કર્મીઓની નિર્ભયા સ્ક્વોર્ડ ની રચના કરવામાં આવી છે .આ મહીલા કર્મીઓ શાળા-કોલેજની આજુબાજુ તેમજ મહીલાઓની અવરજવર વધુ હોય ત્યાં સ્કૂટી પર પેટ્રોલીંગ કરશે.તો આ સ્કૂટી સવાર મહીલા કર્મીઓ રીવોલ્વર, વાયરલેસ સેટ અને લાઠી તેમજ ગોગલ્સ સાથે સજ્જ છે .નર્મદા જીલ્લાનાં મુખ્ય મથક ખાતે ૨ સ્ક્વોર્ડ પર ૪ કર્મીઓ,કેવડીયા અને ડેડીયાપાડા ખાતે   ૧-૧ સ્ક્વોર્ડ મુકવામાં આવી છે.અને આ સ્ક્વોર્ડ્ને તેઓએ આદેશ આપ્યો હતો કેમહિલાઓ ની છેડતી કરનાર રોમિયો ની સામે  કડક કાર્યવાહી  કરીને ભવિષ્ય માં ક્યારેય છેડતી કરવાનો વિચાર પણ ન તેવો કરે પદાર્થ પાઠ ભણાવે. તેમણે તો આ પ્રોજેકટને વડોદરા રેન્જ્નાં વડોદરા,ભરુચ અને છોટાઉદેપુરમાં પણ જલદીથી લાગુ કરવાની તૈયારી બતાવી સરકારમાં પણ આ પ્રોજેકટ મોકલાશે તેમ જણાવ્યું હતું .

જ્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ જણાવ્યું હતું કે હેમ રેડીઓ ની સફળતા બાદ ગુજરાત માં સૌ પ્રથમ વાર શરૂ કરાયેલા નિર્ભયા સ્કોર્ડ મહિલા સુરક્ષા માટે મહત્વ નો પ્રોજેક્ટ પુરવાર થશે .આ રચનાથી નર્મદા ની હજારો યુવતીઓ , વીધ્યાર્થીનીઓ માં તથા વાલીઓ માં રાહત અને આનંદ ની લાગણી જન્મી છે

રિપોર્ટ : જ્યોતિ જગતાપ

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …