Breaking News
Home / Featured / ગાંધીધામ તાલુકાના મીઠાપોટ ગામ માં બુટલેગર બન્યા બેફામ.પોલીસ તંત્ર ને અનેક અજુઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કરાઈ રહ્યાછે આંખ આડા કાન.TAHELKA EXCLUSIVE

ગાંધીધામ તાલુકાના મીઠાપોટ ગામ માં બુટલેગર બન્યા બેફામ.પોલીસ તંત્ર ને અનેક અજુઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કરાઈ રહ્યાછે આંખ આડા કાન.TAHELKA EXCLUSIVE

રીપોર્ટ :  બિમલ માંકડ કચ્છ

ગાંધીધામ તાલુકાના મીઠાપોટ ગામમાં દેશી તથા અંગ્રેજી પ્રકારના દારૂની બદી અનહદ વકરવા પામી છે આ અડ્ડા ને અડીનેજ પાસે ધાર્મિક સ્થાન મસ્જિદ અને સરકારી પ્રાથમિક શાળા આવેલી છે છતાં આ બેરોકટોક ચાલતો આ અડ્ડો પોલીસ તંત્રની નજરે ચડતો નથી.ગામ લોકોની અનેક રજૂઆતો કરવા છતાં આ બુટલેગર પર કોઈજ જાતના પગલાં ભરવામાં આવતા ન હોવાથી ગામમાં વસતા લોકો ભયભીત બનવા પામ્યા છે તો રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર શામાટે કોઈ પગલાં લેતું નથી? તે વીશે પણ અનેક શંકાઓ જન્મે તેવાઆ કારસ્તાન  છે આપજ વિચાર કરો કે જ્યાં મસ્જિદ તેમજ શાળા માં નાના બાળકોનું ભણતર અને જીવનનું ચણતર થતુ હોય તેની તદ્દન નજીક જો આવા અડ્ડાઓ ધમ ધોકાર ચાલતા હોય તો આ બાળકોના જીવન માં કેવી અસર પડે? તેપણ આવાજ ગુનાહિત જીવન માં ધકેલાઈ જાય તેમાં કોઈજ શંકાને સ્થાન નથી શુ આજછે ગાંધીનું ગુજરાત ? આ મીઠા પોટ ગામમાં આવતી દેશી દારૂની થિલીઓ તથા બોટલો બેરોટોક હેરાફેરી કરતી ઇનોવા કાર નંબર જીજે 12 સિટી 2371 બિન્દાઅસ્ત બેરોકટોક બદી ફેલાવતી નજરે ચડતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ પગલાં લેવામાં આવતા નથી શુ આ બુટલેગર જે પશ્ચિમ કચ્છ માં કુખ્યાત છે તેવો મામદ આમદ સોઢા ને પોલીસ ઓળખતી નથી ? કે આ શખ્સ દ્વારા પોલિસ તંત્રને વીટામિન એમ ની ઉણપ પુરી પાડે છે ? તેવા અનેક તર્ક વિતર્ક લોકોમાં ઉઠી રહ્યાં છે ખરેખર આવા ધાર્મિક સ્થાનો અને નાના નાના બાળકો ના જીવન સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યાછે આ વાત તંત્રે ક્યારે ભૂલવી ન જોઈએ જો આવી જગ્યાપર આવા અડ્ડાઓ ધમ ધમ તાહોય તો ઘટનાને ખુબજ દુઃખદ ગણાવી શકાય તો આ બુટલેગર ને પોલીસ તંત્ર તાત્કાલિક ધરપકડ કરી દારૂની વકરતી બદી પર રોક લગાવે તે ઇચ્છનીય છે અન્યથા આ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓના બાળ માનસ પર ખરાબ અસર પડે અને મોટા થઈને બુટલેગર બને અને પોલીસ તંત્ર ની પણ કોઈબીક નરહે તેવા સંસ્કાર મેળવે તેમાં કોઈજ શંકાને સ્થાન નથી તો વિશેષમાં લોકો મુખે ચર્ચાતી વાતો અનુસાર આ જગ્યાપર આસ પાસના ગામના આગેવાનો સાથે મળી જનતા રેડ થશે અને પોલીસ તંત્ર ના અધિકારીઓ નીચે રેલા આવવા શુધીની તૈયારી લોકોદ્વાર કરાઈ રહીછે તો સત્તાધીશો આવિશે તાત્કાલિક યોગ્ય પગલાં ભરે તે યોગ્ય ગણાવી શકાય

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …