Breaking News
Home / Featured / કપરાડાના ધોધડકુવા ગામે કોલક નદીમાંથી મૃત દીપડો મળી આવ્યો

કપરાડાના ધોધડકુવા ગામે કોલક નદીમાંથી મૃત દીપડો મળી આવ્યો

કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુવા નજીક થી વહેતી કોલક નદી માં થી વરસાદી પાણી માં તણાઈ ને મોત ને ભેટેલા દીપડો દેખા દેતા ગભરાટ ફેલાયો હતો જોકે સમગ્ર બાબતે નાનાપોઢા રેન્જ ફોરેસ્ટ કચેરી એ સ્થાનિકો દ્વારા જાણકારી આપવામાં આવતા જંગલ ખાતા ની ટિમ સ્થળ ઉપર પોહચી ને મૃત દીપડા ને બહાર કાઢી તેનું પી એમ કરવા માટે ની તજવીજ હાથ ધરી હતી

જિલ્લા ના ચેરાપુંજી ગણવામાં આવતા કપરાડા માં છેલ્લા 18 દિવસ થી સતત વરસાદ વરસતા અનેક નદીઓ બંને કાંઠે વહી રહી હતી જેમાં ગઈ કાલે ધોધડકુવા અને સુખલા ગામ ની હદ માં થી વહેતી કોલક નદીમાં રામ ડોળા વિસ્તાર ગણાતા ક્ષેત્રમાં નદીના પાણી માં તણાઈ આવેલ મૃત દીપડો સ્થાનિકોને દેખાઈ આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો જોકે તે મૃત હોવાની બહાર આવતા આખરે ગામના અગ્રણી ઓ દ્વારા નાનાપોઢા રેન્જ ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ અભિજીત સીંગ ને જાણકારી આપતા 10 વધુ માણસો ની જંગલ ખાતા ની ટિમ કોલક નદીના કાંઠે પોહચી હતી

કોલક નદીના રામડોળા ક્ષેત્રમાં 10 જેટલા લોકોની જંગલ ખાતાની ટીમે નદી કિનારે પોહચી ને પ્રાથમિક નિરીક્ષણ કરતા મૃતક દીપડો નદીના પાણીમાં પડેલા ઝાડી ઝાંખરામાં ફસાઈ જવાને લઇ ને તે ડૂબી જવા થી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું જોકે તેને બહાર કાઢવા માટે સતત 20 મિનિટ સુધી જંગલ ખાતા ના કર્મચારી એ નદીના પાણીમાં ઉતરી દોરડા વડે તેને બહાર કાઢી ને નાનાપોઢા જંગલ ખાતા ની કચેરીએ પી એમ માટે લઇ જવામાં આવ્યો હતો ઘટના ની જાણકારી મળતા આસપાસના અનેક વિસ્તારના લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા હાલ તો તેનું મોત નદીના પાણી માં ઝાડીમાં ફસાઈ જવાને લઇ ને થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે

About Tahelka News Gujarat

Check Also

ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભાડેર ગામે થયેલી પટેલ આધેડની હત્યા મુદે પ્રાર્થના સભામાં હજારો પાટીદારો ની હાજરી

ધોરાજી ૮/૭/૧૮ અહેવાલ : યશવંત દલસાણિયા તહેલકા ન્યુઝ પાટણવાવ પોલીસ ને આડેહાથ લેતા પૂર્વ ધારાસભ્ય …