Breaking News
Home / Featured / ઉપલેટા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચાણ કેન્દ્રએ ફરીથી ખરીદી શરૂ કરી

ઉપલેટા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચાણ કેન્દ્રએ ફરીથી ખરીદી શરૂ કરી

રીપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા

ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના આદેશ મુજબ ટેકાના ભાવની ખરીદી ચાલુ  કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને મણના ૯૦૦/- રૂ. લેખેના ભાવની ખરીદી કરીને સમયસર પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકાના ખેડૂતો વેચાણ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી વેચીને ખુશ ખુશાલ દેખાય રહ્યા હતા. ઉપલેટા માર્કેટિંગ યાર્ડ સિવાય અન્ય ૯ કેન્દ્રો પણ ઉપલેટા તાલુકામાં શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મગફળીની એક લાખ જેટલી ગુણીઓની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ ખેડૂતોને નુકસાનીથી બચાવવા માટે સરકાર દ્વારા ખુબજ જહેમત ઉઠાવાઈ રહી છે. રોજના ૬૫ થી ૭૦ જેટલા ખેડૂતોનો વેચાણમાં વારો આવે છે. અને વેચાણના સમયથી સમયસર ખેડૂતોને વેચાણના પૈસા પણ મળી જતા હોવાના અહેવાલ  મળ્યા છે

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …