Breaking News
Home / Saurashtra / ઉપલેટામાં દાદાગીરી કરી આતંક મચાવનાર મુસ્લિમ શખ્સની પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી.

ઉપલેટામાં દાદાગીરી કરી આતંક મચાવનાર મુસ્લિમ શખ્સની પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી.

ઉપલેટા ૨૮/૩/૧૮


ગત સાંજના ઉપલેટા શહેરના ગાંધી ચોક પાસે આવેલ ત્રણ કમાનમાં કેબિન રાખી મુરઘી-ચિકનનો ધંધો કરતા અને ત્રણ કમાન, ઝીકરિયા ચોક, પંચહાટડી, ધોરાજી દરવાજા વગેરે મુસ્લિમ વિસ્તારમાં અવારનવાર દાદાગીરી કરતા માથાભારે શખ્સ રિયાઝ ઓસમાણ ઉર્ફે લાલો મુરઘીવાળો મેમણ શખ્સ અને તેની પત્ની નજમાએ બે દિવસ પહેલા અહીંના જુના કપડાના જથ્થાબંધ વેપારી જાવીદ યાકુબ નાથાણીના ઘરે જઈ, તલવાર બતાવી, ભયનો માહોલ ઉભો કરી ૫૦ હજારની લૂંટ કરી હતી. અને તેની પત્ની નજમાએ પોતાના કપડા ફાડીને છેડતી અને બળાત્કારની ફરિયાદ કરી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા. ૨૫/૩/૨૦૧૮ના રોજ ફરીથી જુનેદ યાકુબના કટલેરી બજાર ના ઘરે જઈ રિયાઝ અને તેની પત્ની નજમાએ ગળા પર છરી રાખી રૂ. ૨૦,૦૦૦/- ની લૂંટ કરી ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ફરિયાદ બાદ પી.આઈ. એ.બી. પટેલ સાહેબે આરોપીની ધરપકડ કરીને ઉપરોક્ત વિસ્તારોમાં આરોપીને લઈ જઈ, સરઘસ કાઢી જાહેરમાં સરાભરા કરીને જાહેર જનતાની માફી મંગાવી હતી અને પોલીસની કામગીરી થી નગરજનોમાં આનંદ છવાયો હતો
રીપોર્ટ : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા

About Tahelka News Gujarat

Check Also

ઉપલેટા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચાણ કેન્દ્રએ ફરીથી ખરીદી શરૂ કરી

રીપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત સરકારના આદેશ મુજબ ટેકાના ભાવની ખરીદી ચાલુ  …