Breaking News
Home / Gujarat / આજે 5મી એપ્રિલ નર્મદા ડેમનો 58મો જન્મ દિવસ

આજે 5મી એપ્રિલ નર્મદા ડેમનો 58મો જન્મ દિવસ


ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ થી માંડી ને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વખત સુધી ની નર્મદા ડેમની વણથમ્ભી સફર
58વર્ષે નર્મદા ડેમ પૂર્ણ થયાનું ગૌરવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ લીધું ડેમ ના 30ગેટ બંધ કરીને નર્મદા ડેમ નું લોકાર્પણ કર્યું .
રાજપીપળા : ૫/૪/૧૮

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમ આજે 58વર્ષ નો થયો છે , હા આજે 5મી એપ્રિલ , નર્મદા ડેમ નો 58મોં જન્મ દિવસ છે .5મી એપ્રિલ , 1960ના રોજ ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ એ નર્મદા ડેમ નો પાયો નાંખી ડેમ નું ખાત મુહૂર્ત કર્યું હતું તો વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ નર્મદા ડેમના 30દરવાજા બંધ કરી ને ડેમ નું લોકાર્પણ કરીને નર્મદા ડેમ રાષ્ટ્ર ને સમર્પિત કર્યો .ત્યારે ગુજરાત ની 6.5કરોડ ની જનતા અને ગુજરાત સરકાર માટે સાચા આર્થમા આજનો દિવસ ગૌરવ દિવસ બની રહ્યો છે
5 એપ્રિલ ,નર્મદા ડેમ નો 58મો જન્મ દીવસ ગુજરાત સરકાર પણ ગર્વ ભેર ઊજ્વી રહી છે ત્યારે અનેક ચડાવ ઉતાર બાદ પૂર્ણતાને આરે આવેલી નર્મદા યોજના આજે 58 વર્ષેપણ કરોડોના ખર્ચે તૈયાર થયેલી આયૉજા 6500 કરોડ થી આરમ્ભાયેલી આ યોજના આજે 50 હજાર કરોડ સુધી પહોંચતા આ યોજના સૌથી મોંઘીપુરવાર થઈ છે .

રાષ્ટ્ર ની સૌથી મોટી બહુહેતુક યોજના નર્મદા ડેમ આજે 58વર્ષ નો થયો છે .58વર્ષ મા નર્મદા ડેમે અનેકચઢાવ ઉતાર જોયા છે .વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે  ડેમની ઊંચાઈ વધારવા ની પરવાનગી આપતા બે વર્ષ ના ટૂંકા ગાળા મા ડેમનું અધૂરું કામ સમય મર્યાદા કરતા ખુબજ વહેલું અને ઝડપથી પુર્ણ થયું . વિશ્વ ની સૌથી લાંબી 458કિમી ની કેનાલ દ્વારા ગુજરાત ના 4000 ગામડાઓ ને સિંચાઇ નો લાભ મળશે અને 10હજાર ગામડાઓ ને પીવાનું પાણી મળશે .રાજ્ય ના 25જિલ્લા મા 19લાખ હેકટર વિસ્તાર મા સિંચાઇ માટે નર્મદા ના નીર પહોંચશે જેને કારણે ગુજરાત અને દેશ ના ક્રુષિ ઉત્પાદન મા વધારો થશે .આજે નર્મદા ડેમની સંગ્રહ શક્તિ 1.27 મિલિયન એકર ફૂટ થી ત્રણ ગણી વધીને 4.75 મિલિયન એકર ફૂટ થઈ છે .નર્મદા ડેમના પાણી થી હવે ખેડૂતો માટે ઉનાળામા પાણી ની આવક ઓછી હોવાથી ખેડૂતો ને સિંચાઇ માટે પાણી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો અને માત્ર પીવાના માટે જ તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે .પાણી ની ચોરી ન કરે તે માટે એસઆર પી ના જવાનો ભરી બંદૂકેં રાઉન્ડ ધ કોલક પાણી પહેરો ભરી રહ્યા છે

નર્મદા ડેમ સ્થળે 200મેગાવોટ ના 6યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50મેગાવોટ ના 5યુનિટ ના 250મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત , મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને અનુક્રમે 16%,27%અને 57%વીજળી મળશે .
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 58 વર્ષમા ગુજરાતના 16 જેટલાં મુખ્ય મંત્રી ના કાર્યકાળ માથી પસાર થયેલી છે જેમા જીવરાજ મહેતા થી માંડીને સ્વ .બળવંતરાય મહેતા ,સ્વ હિતેઁદ્ર દેસાઈ ,સ્વ .ઘનશ્યામ ઓઝા ,સ્વ .માધવ સિંહ સોલંકી ,સ્વ .અમરસિંહ ચૌધરી ,છબીલ દાસ મહેતા ,કેશુભાઈ પટેલ ,સુરેશભાઇ મહેતા ,શંકર સિંહ વાઘેલા ,દિલીપ પરીખ ,નરેન્દ્ર મોદી ,આનંદી બેન પટેલ ,અને વિજય રૂપાણી સહિત 16 મુખ્ય મંત્રીઓ નો આ ડેમના નિર્માણ મા ફાળો રહ્યો છે .

નર્મદા બંધ ની વિશિષ્ઠતા એ છે કે નર્મદા બંધ વિશ્વ નો બીજા નમ્બર નો કોંક્રીટ ગ્રેવિટી ડેમ છે , તથા 30દરવાજા સાથે 30લાખ ક્યુસેક સ્પીલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વ ની ત્રીજા ક્રમાંક ની યોજના છે .જેમાં 40હજાર ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી સૌથી લામ્બી અને મોટી પાકી મૈન કેનાલ છે .
જોકે નર્મદા ડેમ ના વિકાસ મા મેઘા પાટકર થી માંડી ને અનેક નર્મદા વિરોધીઓ એ હવન મા હાડકાં નાખવો નો પ્રયાસ કર્યો હતો .છતાં પણ નર્મદા ડેમે અનેક ચઢાવ ઉતાર જોયાં પછી થી પણ નર્મદા ડેમ આજે 58વર્ષ ની કપરી સફર ખેડી ને અડીખમ ઊભો છે ત્યારે મજબૂતાઈ મા ભૂકમ્પ પ્રૂફ એવો નર્મદા ડેમની કરોડો પ્રવાસીઓ એ મુલાકાત લીધી છે
જીવરાજ મહેતા થી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલતથા હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત 16 મુખ્ય મંત્રી ના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ નુ કામ ઝડપ થી પૂર્ણથઈ છે .નર્મદા ડેમ 2018મા પુર્ણ થઈ તાત્યારે 58મો ડેમનો જન્મ દિવસ ગુજરાત વાસીઓ સાથે આપણે સૌ ” હૅપી બર્થ ડે,નર્મદા ડેમ ” કહીને શુભેચ્છાઓ પાઠવિએ

રિપોર્ટ : જ્યોતિ જગતાપ

About Tahelka News Gujarat

Check Also

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પ્રતિમા નિર્માણ કાર્યની સમીક્ષા કરી

દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે મુખ્યમંત્રીશ્રી ભારતના …